હળવદ તાલુકાના કોયબા ગામ પાસે આવેલી એક ટાયર(રબર) બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે બપોરના સુમારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફેક્ટરીમાં રહેલા ટાયર અને રબરનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાતા હળવદ ઉપરાંત મોરબી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર મનપાની ફાયર ટીમ આગ બુઝાવવા મેદાનમાં ઉતરી હતી. હળવદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં હાશકારોએ અનુભવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: