વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજીનો સ્ટાફ્ ગુરુવારે રાત્રિના સમયે પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હળવદ-માળિયા હાઇવે પર મોરબી ચોકડી નજીક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રિન્કુ હરીસિંહ બધેલ, ઉંમર 24 વર્ષ, નામના શખ્સની અંગજડતી દરમિયાન તેના પેન્ટના નેફમાંથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પોલીસે રૂ.5,000ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી આરોપીનેઝડપી પાડયો હતો. આ મામલે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો