હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ગત તા.24મીના સાંજના સમયે આરોપી રામજી ગોરધનભાઇ દેવીપૂજક પોતાના જીજે -36 - ઈ - 8000 નંબરના બુલેટ બાઈકમાં અન્ય બે શખ્સો લખમણ ગોરધનભાઈ દેવીપૂજક અને આકાશ પ્રકાશ દેવીપૂજકને બેસાડી ચરાડવા દેવળીયા રોડ ઉપર બેફામ ગતિએ પોતાનું બુલેટ હંકારી રોડની સાઈડમાં સ્કૂલથી ઘરે જતી રોશનીબેન, જાનવી સુરેશભાઈ, અંકિતા દિનેશભાઈ અને રીના મહેશભાઈ નામની દીકરીઓને હડફેટે લઈ અકસ્માત સર્જતાં અકસ્માતમાં રોશનીબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મનીષભાઈ કેશવજીભાઈ મોરવાડિયા(રહે.જુના દેવળીયા)એ બુલેટ ચાલક રામજી ગોરધનભાઇ દેવીપૂજક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસ મથકમાં બુલેટ ચાલક સામે તા.24મીએ ગુનો નોંધાયા બાદ પણ આરોપીને હજુ સુધી ઝડપી પાડીને તેની સરભરા ન કરાતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Gujarat Police Bharti Update: PSI ભરતીને લઈ મોટા સમાચાર, 28 જૂને બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા









