હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાંથી હળવદ પોલીસ દ્વારા અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની બોટલ નં. 324 સહિત કુલ રૂપિયા 1.51.200 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા જેમાં કેદારીયા ગામની સીમમાં બુસલીના માર્ગે વોકળાના કાંઠે સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો હળવદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં નારાયણ નાનજીભાઈ સોનગ્રા અને કાંતિલાલ મનસુખભાઇ કણઝરીયા રહે બંને રણજીતગઢનો સમાવેશ થાય છે.

Modasa અપહરણ કેસ: અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીને છોડાવી









