હારીજ જલારામ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાણસ્મા વિધાનસભાનું નૂતન વર્ષ અંતર્ગત સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરએ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ચાણસ્મા બેઠક પર જંગી બહુમતીથી વિજય મેળવી આપણું પણ એક કમળ ગાંધીનગર મોકલવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા સૌ કાર્યકર્તાઓએ કટિબદ્ધ થવા હાકલ કરી હતી. ગરીબ પરિવારના ઘરમાં ચૂલો સળગાવવાનો હોય કે લાકડા સળગાવી રસોઈ કરવાની હોય, આજ સુધી કોઈએ તેમને યાદ કર્યા ન હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના શરૂ કરીને લાખો ગરીબ પરિવારોના ઘરમાં ગેસ કનેક્શન અને ચૂલા આપવાનું કામ કર્યું છે. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પમુખ દશરથજી ઠાકોરને તાજેતરમાં ઓબીસી મોરચામાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપતા હારીજ શહેર ભાજપા સંગઠન અને વિધાનસભા મતક્ષેત્રના અગ્રણીઓ દ્વારા તેમનું સાલ તેમજ ફેંટો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, રાષ્ટ્રીય ઓબીસી મોરચાના નવનિયુક્ત મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી દશરથજી ઠાકોર, રાજકોટ જિલ્લાના પ્રભારી ભરતભાઇ આર્ય, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રોહિતભાઈ ગોસાઈ, સહિતના ચાણસ્મા વિધાનસભા મતક્ષેત્રમાં આવતા ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર તાલુકાના ભાજપના તમામ હોદેદારો તેમજ કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો