હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા અને આજરોજ ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં રૂપિયા 1.89 લાખની કિંમતના મોબાઈલ લોકોને બોલાવી પરત કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસની આ કામગીરીની લોકોએ ભારે સરાહના કરી હતી.

પાટણ વિભાગના ડી વાય એસ પી પરેશ રેણુકાની અધ્યક્ષતામાં હારીજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજ કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઇલ નંગ-12 કિ. રૂ-1,89,946 ના શોધી કાઢી અરજદારોને રૂબરૂ બોલાવી હારીજ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હારીજ પોલીસ મથક ના પી આઈ મહેરિયા સહિત પોલિસ સ્ટાફ્ ઉપસ્થિત રહ્યો હતો.