સાબરકાંઠા જિલ્લામાં કુંવારા યુવકોને લગ્નની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરતી 'લૂંટેરી દુલ્હન' ગેંગનો ત્રાસ વધી રહ્યો છે. તાજેતરમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વધુ એક ફરિયાદ બાદ આ ગેંગના ચોંકાવનારા અનેક પાસાઓ સામે આવ્યા છે. હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન અને તલોદ બાદ હવે ગાંભોઈમાં પણ આ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.


મેરેજ બ્યુરોના નામે મોટું કૌભાંડ

આ ગેંગ 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો' નામની સંસ્થા ચલાવીને ઠગાઈ આચરતી હતી. ફરિયાદી ઉમેશ પટેલને લગ્નની લાલચ આપી આ ગેંગે તેમની પાસેથી ₹4 લાખ પડાવી લીધા હતા, પરંતુ લગ્ન કરાવ્યા વગર જ પૈસા ચાઉં કરી દીધા હતા. આરોપીઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારની યુવતીઓને લગ્ન માટે લાવવાની લાલચ આપી યુવકોને ફસાવતા હતા.

4 ની ધરપકડ અન્ય ફરાર

પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા અને બે પુરુષો સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ગેંગ સાથે સંકળાયેલા હજુ પણ 5 થી વધુ આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસ ટીમો કામે લાગી છે.

આ પણ વાંચો: Botad: બાઈક પર સવાર બે મિત્રોને કારે અડફેટે લેતા એકનું મોત, એક ગંભીર


  • Follow us on: