સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા લુટેરી દુલ્હન કેસમાં જિલ્લા પોલીસને લગભગ 2 મહિના અગાઉ LCBમાં નોંધાયેલી ફરિયાદ બાદ અધિકારીઓએ આ કૌભાંડના કેસની ઝડપી અને અસરકારક કામગીરી કરીને પાંચ જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરી ચાર જણાની ધરપકડ કરી હતી જેને લઈને ભોગ બનેલ અને હિંમતનગરમાં રહેતી એક મહિલાએ પોલીસની કામગીરીને બિરદાવીને બુધવારે પોલીસવડા કચેરીમાં આવી પોલીસ અધિકારીઓનું સન્માન કર્યું હતું.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, લુટેરી દુલ્હનમાં ભોગ બનનાર જિલ્લા પોલીસ કચેરી ખાતે એકઠા થઈને આ સફળ કામગીરી બદલ હિંમતનગરમાં રહેતી એક યુવતીનો પરિવાર ભોગ બનતાં દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતા મનહર ઉર્ફે મનોજ બાબુલાલ સોની, કવિતા સોની, બિરેન્દ્ર ભુટ્ટા, દિવ્યાબેન સોની તથા જયોતિબેન પ્રતાપસિંહ વાઘેલા, વંદના હેમરાજભાઈ ખટીક, લક્ષ્મી ભીવાજી ઈંચલ, અનિતા તથા કોમલ વાનખેડેએ લગ્ન કરવાની લાલચ આપીને કેટલાક પરિવારોના યુવાનોને પત્નિ લાવી આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. જે સંદર્ભે ગત તા.7 માર્ચના રોજ ભોગ બનનાર મહિલાએ એલસીબી સમક્ષ નિવેદન આપીને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એલસીબીના સ્ટાફે તરત જ ઉંડી તપાસ કરીને તત્કાલિન સમયે ચાર જણાને ઝડપી લીધા હતા. તો બીજી તરફ અર્બુદાનગર સોસાયટીમાં રહેતી આ મહિલાને કવિતા સોની તથા તેમના મળતીયાઓએ ખોટા આક્ષેપો કરીને બદનામી થાય તે માટે સોશ્યિલ મીડીયામાં ફોટા સાથેની વિગતો વાયરલ કરી દીધી હતી.
