શામળાજીથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે પર બે દિવસ અગાઉ એક ખાનગી પાર્ટી પ્લોટ સામેથી પસાર થતા વાહનચાલકે મહિલાને ટક્કર મારતાં મોત નિપજ્યું હતું. જોકે મૃતક મહિલાની ઓળખ ન થતાં શબ હિંમતનગર સિવિલમાં મૂકવામાં આવી છે. ગત તા.10મી જુલાઈના રોજ અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લઈ અકસ્માત કર્યા બાદ આ વાહન ચાલક ભાગી ગયો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એ-ડિવીઝન પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ અકસ્માતના સ્થળ પર પહોંચી હતી. મૃતક મહિલાના વાલીવારસની કોઈ ભાળ ન મળતાં શબને પીએમ માટે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવી છે. એ-ડિવીઝન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો