ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માલવાસ ગામે મંગળવારે કપાસના બિયારણના પ્લોટના પૈસા લેવા માટે ગયેલા એક ખેડૂતને ગામના ત્રણ જણાએ પૈસાની માંગણી કરવા બાબતે ઉશ્કેરાઇ જઇ કપાસનું બિયારણ નાપાસ થયું છે જેથી પૈસા મળશે નહી તેમ કહી ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી પૈસા માંગવા ગયેલા ખેડૂતને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. આ અંગે માલવાસ ગામના નરેશ કરણાભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ મંગળવારે સાંજના સુમારે તેઓ સામાવાળા ઘરે કપાસના બિયારણના પ્લોટના પૈસા લેવા ગયા હતા. ત્યારે હોંસાભાઇ ગુજરાભાઇ બારોડ, મેહુલ હોંસાભાઇ બારોડ અને વાલજી અજીતભાઇ બારોડે ઉશ્કેરાઇ જઇ કહ્યું હતુ કે, કપાસનું બિયારણ નાપાસ થયું છે, જેથી પૈસા મળશે નહી તેમ કહી ધક્કામુક્કી કરી હતી. જેના લીધે નરેશ પરમાર નીચે પડી જતાં કાન ઉપર ઇજા પહોંચી હતી. નરેશ પરમાર ભાગવા જતાં પકડી વધુ માર માર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો