હિંમતનગર : ચોમાસામાં થયેલા ભારે વરસાદના કારણે ઈડર-ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર પડેલા ખાડાઓની ગંભીરતાને ધ્યાને લઈને હિંમતનગર માર્ર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોની સુરક્ષા તેમજ સુગમ વાહનવ્યવહાર માટે માર્ર્ગ પર ખાસ સીમેન્ટિંગ મટીરીયલનો ઉપયોગ કરીને પેચવર્ક રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઈડર, ખેડબ્રહ્મા અને યાત્રાધામ અંબાજીને જોડતો આ રોડ વિસ્તાર અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. વરસાદી હવામાન વચ્ચે આ રોડ પરથી પસાર થતાં દૈનિક વાહનચાલકો અને શ્રાદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી માર્ર્ગ અને મકાન વિભાગે સમારકામ હાથ ધર્યું હતું. સીમેન્ટિંગ મટીરીયલથી કરવામાં આવેલું આ પેચવર્ક ટકાઉ અને મજબૂત હોય છે, જેથી માર્ર્ગ વધુ સુરક્ષિત બન્યો છે. પ્રજાજનોની સુરક્ષા, માર્ર્ગોની યોગ્ય જાળવણી અને અકસ્માત મુક્ત પ્રવાસ વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
