ગાંભોઈ : પવિત્ર ગુરુપૂર્ણિમાના પાવન પર્વે હિંમતનગર નજીક નેશનલ હાઇવે-48 પર આવેલા પ્રસિદ્ધ કાંકણોલ ધામ સ્થિત 'ઓમ શ્રી સિદ્ધક્ષેત્ર પ્રગટ ધામ' ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો. 98 વર્ષથી વધુ વય ધરાવતા પૂજ્ય નરસિંહ દાદાના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભાવિકો અને મુમુક્ષુઓ ઉમટી પડયા હતા. મહોત્સવ દરમિયાન પૂજ્ય નરસિંહ દાદાના સાનિધ્યમાં ભજન, સત્સંગ અને ગુરુભક્તિની ત્રિવેણી વહેતી જોવા મળી હતી. આ પ્રસંગે કાંકણોલ પ્રગટ ધામ દ્વારા ચાલી રહેલા માનવસેવા અને જીવદયાના કાર્યોની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી. ધામ ખાતે દરરોજ અંદાજે 200 કિલો જેટલું અનાજ પક્ષીઓને ચણરૂપે અર્પણ કરવામાં આવે છે. ઉપરાંત રોટલા સેવા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી જીવનજરૂરિયાતનો સામાન પહોંચાડવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે, જેની ઉપસ્થિત મહાનુભાવોએ સરાહના કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો