હિંમતનગર રેલવે સ્ટેશન પર અમૃત ભારત યોજના હેઠળ વિવિધ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. આ અંતર્ર્ગત, આગામી તહેવારોમાં સ્ટેશનની ઇમારતને 150 થી વધુ ફસાડ લાઇટિંગ વડે તિરંગાના રંગોથી ઝળહળતી કરવામાં આવશે. અમૃત ભારત યોજના હેઠળ હિંમતનગર રેલવે સ્ટેશન પર નવી ઇમારતો, કોચ ઇન્ડિકેટર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ (FOB) ને લાઈટીંગથી ઝળહળતું કરવામાં આવશે.

આ પ્રોજેક્ટના ભાગરૂપે, સ્ટેશનની ઇમારત પર વિવિધ સ્થળોએ 150 થી વધુ ફસાડ લાઇટ્સ લગાવવામાં આવી છે. આ મલ્ટી-કલર લાઇટ્સને વિશેષ પ્રોગ્રામિંગ દ્વારા તિરંગાની રોશનીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. 150 ફસાડ લાઇટ્સ દ્વારા મલ્ટી-કલર લાઇટિંગ અને તિરંગાનો એક ખાસ પ્રોગ્રામ તૈયાર કરાયો છે, જેનું ગત રાત્રિએ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ફસાડ લાઇટિંગ તહેવારોના દિવસોમાં રાત્રિના સમયે શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં, હિંમતનગર રેલવે સ્ટેશન પરની આ ફસાડ લાઇટિંગ શહેરીજનો અને યુવાનો માટે એક આકર્ષક સેલ્ફી પોઈન્ટ અને રીલ્સ બનાવવા માટેનું કેન્દ્ર બનશે.