સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કમાલપુર કોલેજ પાસેના નેશનલ હાઈવે પરથી મંગળવારે પ્રાંતિજ પોલીસે શંકને આધારે નંબર વગરના બાઈક પર હિંમતનગરથી અમદાવાદ તરફ જતાં બે શખ્સનોને ઝડપી લઈ કડક પુછપરછ કરતાં તેમણે રાજસ્થાન અને ગુજરાતમાં 16 બાઈક અને કેટલાક મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ પ્રાંતિજ પોલીસે રૂ.3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ પુછપરછ હાથ ધરી છે. આ અંગે પ્રાંતિજના પીઆઈ એ.એમ.વાળા તથા સ્ટાફના જણાવાયા મુજબ, મંગળવારે કમાલપુર કોલેજ નજીકથી નંબર વગરના બાઈક પર જઈ રહેલ 2 ઈસમો અગાઉ મળેલી બાતમી મુજબ, અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવી બાઈક દસ્તાવેજી પુરાવા રજુ કરવા જણાવ્યું હતું પરંતુ પકડાયેલા પોશીના તાલુકાના સેબલીયા ગામના પરેશ નાથાભાઈ ગમાર તથા કોટડા તાલુકાના સડા ગામના કલ્પેશ ઉર્ફે કુકો લક્ષ્મણ પારઘી દ્વારા કોઈ આધાર પુરાવા રજુ કરવામાં ન આવતાં પોલીસે બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ કડક પુછપરછ કરાતાં આ બંને જણાએ ઈડર, જાદર, રાજસ્થાનના શિવગંજ, બનાસકાંઠાના પાલનપુર, ઉંઝા, ગુણભાખરી, કોટડા પાસેના બીલવણ, પાલનપુરની રામપુર ચોકડી, ખેડબ્રહ્મા, બનાસકાંઠાના દાંતા સહિત અન્ય સ્થળેથી બાઈકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી ઉપરાંત આ બંને જણાએ કેટલાક મંદિરોમાં પણ ચોરી કરી હોવાનું કબુલતા પોલીસે તેમની પાસેથી નાના મોટા પાંચ ચાંદીના છત્તર કબ્જે લીધા હતા. જે છત્તરની ચોરી તેમણે ઓડાની સીમમાં આવેલ મંદિરમાંથી ચોરી કર્યાની કબુલાત કર્યા બાદ પ્રાંતિજ પોલીસે રૂ.3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ માટે બંનેને જાદર પોલીસને હવાલે કર્યા હતા.

Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ









