સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ભેટાલી હાઈવે પરની એક હોટલ અને ગેસ્ટહાઉસમાંથી તાજેતરમાં અજાણ્યા શખ્સો ઈલેકટ્રીક પંખાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ તત્કાલિન સમયે જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવાયા બાદ સ્થાનિક પોલીસે સ્ટાફને મળેલી માહિતી બાદ સોમવારે દરામલી ચાર રસ્તા પાસેથી બે જણાને અંદાજે રૂ.19,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે જાદરના પીઆઈ એચ.જે.પટેલ તથા સ્ટાફના જણાવાયા મુજબ થોડાક દિવસ અગાઉ ભેટાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક હોટલ અને ગેસ્ટહાઉસમાંથી અજાણ્યા શખ્સોએ 10 સીલીંગ પંખા તથા વાયર મળી અંદાજે રૂ.19,500ની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ગત તા.22 નવેમ્બરના રોજ જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસને તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે, ચોરીમાં સંડોવાયેલ બે પૈકી એક હિંમતનગરનો અને એક વિજાપુરનો હતો. તપાસ દરમિયાન આ ત્રણેય જણા ચોરાયેલા પંખા અને વાયર વેચવા માટે ખાનગી વાહનમાં આવી દરામલી ચાર રસ્તા પાસે ફીરાકમાં હતા જે આધારે પોલીસે બંનેને પકડી પુછપરછ કર્યા બાદ જડતી લેતાં તેમની પાસેથી પંખા અને વાયર મળી આવ્યા હતા ત્યારબાદ જાદર પોલીસે અંદાજે રૂ.19,500ની મત્તા કબ્જે લઈને બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
