ખેડબ્રહ્મા : ખેડબહ્માની પવિત્ર હરણાવ નદીમાં લોકો આડેધડ ગંદો કચરો નાખતા નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાના કારણે નદીમાં ઓકિસજનની અછતથી બ્રિજના નીચે અસંખ્ય નાની- મોટી માછલીઓ મૃત હાલતમાં પાણીની બહાર જોવા મળી આવી હતી. આ ધટનાની જાણ જીવદયા પ્રેમી મનીષકુમાર કોઠારીને થતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમારને જાણ કરતા સવારે પાણીના ટેન્કર ઠલવવામાં આવ્યા અને સફાઈ કામદારોની ટીમ ધટના સ્થળે પહોચીને જેસીબી દ્વારા નદીની સફાઈ કરવામાં આવી હતી. સફાઈ કામદારોએ નદીમાંથી મૃત્યુ પામેલ માછલીઓને બહાર કાઢી રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક જેસીબી દ્વારા ખાડો કરાવીને મૃત માછલીઓને દાટી દેવામાં આવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: