હિંમતનગરના નવીન કોર્ટ સંકુલ પાછળ પાર્ક કરેલી એક કારમાં ગુરૂવારે અચાનક આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે હિંમતનગર પાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર, ગુરુવારે સવારે બહુમાળી ભવન સામે અને નવીન કોર્ટ સંકુલના પાછળના ભાગે હાજીપુરા તરફ જતા રસ્તાની બાજુમાં કાર પાર્ક કરેલી હતી. જેમાં કારના આગળના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં તે વધુ તીવ્ર બની હતી. આ ઘટના જોવા માટે આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા.


આગની જાણ થતાં જ નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી દીધી હતી, બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ હિંમતનગરના નવીન બહુમાળી કોર્ટ સંકુલનું શુક્રવારે લોકાર્પણ થવાનું છે. આ સંકુલના પાછળના ભાગે જ કારમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: