હિંમતનગર : તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહેકાલ ગામના એક શખ્સને નેગોશીયેબલ એકટના ભંગ બદલ તેની વિરૂધ્ધ થયેલી ફરીયાદ બાદ બે વર્ષની સજા થઈ હતી પરંતુ તે નાસતો ફરતો હોવાથી સજાના વોરંટને આધારે તલોદના પીઆઈ સી.જી.રાઠોડ તથા સ્ટાફે તાજેતરમાં મહેકાલ ગામે જઈ અજીતસિંહ રતનસિંહ મકવાણાને ઘરેથી ઝડપી લીધો હતો ત્યારબાદ તલોદ પોલીસે પુછપરછ કરી તેને હિંમતનગર સબજેલમાં મોકલી આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો