પ્રાંતિજઃ પ્રાંતિજના બોભા ગામે આવેલ એક ગલ્લામાં આગની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમના કેપ્ટન મુકેશભાઇ પરમાર, ગોપાલભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમની સમયસરની કામગીરીને કારણે આગ અન્ય સ્થળે ફેલાતી અટકાવવામાં સફ્ળતા મળી હતી પરંતુ આ આગની ઘટનામાં ગલ્લામાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘટના રાત્રિના સમયે બનતાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટનાટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

નૅક પેકેજિંગ લિ.નો IPO 1 જુલાઈએે ખુલશે, પ્રિમિયમ ઇક્વીટી શેર 161 થી રૂ. 170નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરાયો









