ખેડબ્રહ્મા: ખેડબ્રહ્માની આસ્થા હોસ્પિટલમાં ENT સર્જન ડૉ. પ્રભાકાંત ઠાકુર અને તેમની ટીમે એક દુર્લભ અને પડકાર જનક કેસમાં સફ્ળતા મેળવી છે. રાજસ્થાનના કોટડાના જોગીવાડ ગામનુ 1 વર્ષનુ માસૂમ બાળક મોઢામાં કંઈક ગળી જતા માસૂમ બાળક રડવા લાગ્યો, રડવાનુ બંધ ના કરતા બાળકના પિતા પોકતાભાઈ રેશમાભાઈ પરમાર તેને તા.5મીના રોજ શુકવારે ખેડબ્રહ્મા આસ્થા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દવાખાને લઈ આવ્યા હતા. ડોક્ટરે એકસરે કાઢયો પણ કંઈ આવ્યુ નહી, ત્યારબાદ એનડોસકોપી કરતા પાછળના ભાગે કંઈક કાળુ સરખુ દેખાતા બાળકના ગળામાં જીવતો (ભમરો) ફ્સાઈ જતાં ગળામાં અંદર- અંદર ફરતા તેની સ્થિતિ ગંભીર બની હતી. ત્યારે ડૉ. પ્રભાકાંત ઠાકુર અને ટીમ તાત્કાલિક એન્ડોસ્કોપિક પ્રક્રિયા કરીને ગળામાંથી જીવતો ભમરો સફ્ળતા પૂર્વક બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં આ પ્રકારનો પ્રથમ સફ્ળ કેસ હોવાનું માનવામાં આવે છે. ડૉ. પ્રભાકાંત ઠાકુર અને તેમની ટીમ ડોક્ટર કિંજલ સોલંકી, શીશી સુગાડનાર તેમજ બાળકોના ડો. આસ્થા ત્રિવેદી હાજર રહીને આ કામગીરીથી માસૂમ બાળકનો જીવ બચાવી લીધો હતો.

Rajkotમાં DCBનો મોટો સપાટો: બામણબોર પાસેથી રૂ. 31 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો









