સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ધંધો રોજગાર કરતા વેપારીઓ રોજબરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ કરી રહ્યા છે ત્યારે મંગળવારે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરમાં આવેલા છ સ્થળોએ તપાસ કરીને અંદાજે 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયો હતો. અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી 9500 રૂપિયાના દંડ વસુલ કરાયો હતો. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી તથા સ્ટાફના જણાવાયા મુજબ હિંમતનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા મંગળવારે કરાયેલી તપાસ દરમ્યાન નષરપાલિકા અને જીપીસીબીની સંયુક્ત ટીમે શહેરમાં સિંષલ યુઝ પ્લાસ્ટિક તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોષ અને વેચાણ સામે તપાસ અભિયાન ચલાવ્યું હતું. કાર્યવાહી દરમિયાન જૈનિત ઇન્ટરપ્રાઇઝ, સીનું પ્લાસ્ટિક, ઇમામ પસ્તી ભંડાર અને સાબર જનરલ સ્ટોર સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. અને આ ડ્રાઈવમાં અંદાજે 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને રૂ.9500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આગામી સમયમાં નાશ કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત હાથ ધરાયેલી આ કામગીરી દ્વારા પ્લાસ્ટિકના વપરાશ પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
