હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પરથી રવિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલ એક કારના ચાલકે ગમે તે કારણસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ડીવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માત અંગેની વિગત એવી છે કે, રવિવારે મોડી રાત્રે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલ કાર નં.જીજે.09બીએમ.7535ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ધડાકાભેર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેના લીધે કારને નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
