હિંમતનગરઃ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી અને સમગ્ર્ર શિક્ષા જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડિનેટર કેયુરભાઈ ઉપાધ્યાયની પ્રેરણાથી અને કો.ઓર્ડિનેટર કિર્તીસિંહ ચૌહાણના માર્ગદર્શન તેમજ બીઆરસી કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સાબરકાંઠા આઈઈડી વિભાગ અને એલિમ્કો સંસ્થા ઉજૈનના સહયોગથી બીઆરસી ભવન, કાંકણોલ ખાતે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ યોજાયો હતો. કેમ્પમાં હાજર લાભાર્થી બાળકો અને વાલીઓને સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને મળતી વિવિધ સહાય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં ઉપસ્થિત 254 બાળકોને દિવ્યાંગતા મુજબ કેલિપર્સ, વ્હીલ ચેર, ટ્રાયસિકલ, શ્રાવણયંત્ર, ટીએલએમ કીટ, બગલ ઘોડી, બ્રેઈલ કિટ, વોકર જેવા વિવિધ સાધનો અપાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો