ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા, ખેરોજ, વિજયનગર, ચિઠોડા અને પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઇંગ્લીશ તથા દેશી અલગ અલગ બ્રાન્ડનો મુદ્દામાલનો ખેડબ્રહ્મા ખાતે આવેલ વરતોલ ગામના સીમાડામાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવેલ હતો. જે પૈકી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી રૂપિયા 9,34,603 તથા ખેરોજ પોલીસ સ્ટેશનમાંથી તા.1/1/2026 થી 22/6/2026 સુધીનો રૂપિયા 11,01,284 ના મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ હતો. આ સિવાય ચિઠોડા, પોશીના તથા વિજયનગર પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. જે દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઈ, પી.એસ.આઈ ડી. વાય.એસ.પી ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો