પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કતપુર ટોલટેક્ષ નજીકથી સ્થાનિક પોલીસે બાતમીને આધારે પાસ પરમીટ વિના બીયર ભરેલી એક કારને ઝડપી લઈ કારને ઝડપી લેતાં તેમાંથી અંદાજે રૂ.3.53 લાખની 1080 બીયરની બોટલો કબ્જે લઈ બે જણાની અટકાયત કરી હતી. આ અંગે પ્રાંતિજના પીઆઈ ડી.આર.પઢેરીયા, પીએસઆઈ પી.જે.રાણા તથા સ્ટાફના જણાવાયા મુજબ, મંગળવારે બાતમી મળી હતી કે, હિંમતનગરથી અમદાવાદ તરફ કારમાં બે શખ્સો પાસ પરમીટ વિનાની અંદાજે 1080 બીયરના ટીન ભરીને જઈ રહે છે જે આધારે પ્રાંતિજ પોલીસે કતપુર ટોલટેક્ષ નજીક વોચ ગોઠવીને બાતમી મુજબ આવી રહેલ કારને અટકાવી અંદર તપાસ કરતાં અંદાજે રૂ.3.53 લાખનો જથ્થો મળ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા નિલદીપસિંહ ગોહિલ અને યોગેશસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ રાઠોડ (રહે.ધાણધા, હિંમતનગર)ની પુછપરછ કરતાં બીયરનો જથ્થો ઉદેપુરના તેજપાલસિંહએ દ્વારકાના દાતાના પ્રદિપસિંહને મોકલવાની કબુલાત કર્યા બાદ પ્રાંતિજ પોલીસે પકડાયેલા બે તથા અન્ય બે જણા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: