ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દરામલી ગામે રહેતા એક વેપારીને ત્રણ વર્ષ અગાઉ વ્યાજે નાણાં આપતાં બે જણાએ મુડી કરતાં બમણું વ્યાજ વસુલ કરી અવાર નવાર ઉઘરાણી કરી ધાક ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ મંગળવારે જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે દરામલીમાં વેપાર કરતાં દક્ષેશ હસમુખભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ,તેમણે ગત તા.1 ઓકટોબર 2023ના રોજ નિર્મલ રાજેન્દ્રભાઈ નાયક પાસેથી અંદાજે રૂ.15 લાખ વ્યાજે લીધા હતા ત્યારબાદ નિર્મલ નાયકે ઉંચુ વ્યાજ ગણી અંદાજે રૂ.30,69,355 વસુલ કર્યા હતા તેજ પ્રમાણે યશ મહેશભાઈ સોલંકીએ પણ દક્ષેશ સુથારને ઉંચા વ્યાજે રૂ.15,83,000 આપ્યા બાદ તેમણે પણ દક્ષેશ સુથાર પાસેથી આજ દિન સુધી રૂ.25,86,500 વસુલ્યા હતા. એટલુ જ નહીં પણ નિર્મલ નાયકે દક્ષેશ સુથારના એકટીવા નં.જીજે.09બીએફ.8163 એક વર્ષ અગાઉ લઈ લીધા બાદ અવાર નવાર દક્ષેશ સુથારના ધંધાના સ્થળે આવી ઉઘરાણી કરવામાં આવતી હતી તથા ધાક ધમકી આપી માનસિક ત્રાસ અપાતાં આખરે દક્ષેશ સુથારે બંને વિરૂધ્ધ મંગળવારે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો