હિંમતનગર : હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં શુક્રવારે એક જ રક્ષક પોલીસવાનની વર્ધીમાં હતા ત્યારે નાનીબેબાર ગામના ચાર જણાએ આ જનરક્ષક સાથે ઝપાઝપી કરી કપડા ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુરેશ બાબુભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.17મી જુલાઈના રોજ બપોરના સુમારે તેઓ 112 જનરક્ષક પોલીસ વાનની વર્ધીમાં હતા ત્યારે ગમે તે કારણસર નાનીબેબાર ગામના વાલજી રૂપશીભાઈ ભગોરા, નિતીન વાલજીભાઈ ભગોરા, સંજય વાલજીભાઈ ભગોરા અને છબીલ વાલજીભાઈ ભગોરાએ લાકડીઓ લઈ આવી પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈને મારવાનું શરૂ કર્યું હતું તથા ફેટ પકડી ઝપાઝપી કરી જનરક્ષકના કપડા ફાડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ જનરક્ષકે ચારેય વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
