વડાલી : વડાલી ખાતે કોંગ્રેસ પ્રેરિત જન આક્રોશ અને વિરોધ પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નીટ પેપર લીક, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ સામે ભાજપ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કરવા કોંગ્રેસ દ્વારા ગતરોજ વડાલી નગરના જુના પોલીસ સ્ટેશન સામે આવેલ વિવેકાનંદ ચોકથી બળદ ગાડામાં સવાર થઈ જન આક્રોશ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રેલી હાઈવે રોડ, ધરોઈ ત્રણ રસ્તા સુધી હાથમાં پ્લે કાર્ડ, ગેસનો બાટલો, તેલનો ડબ્બો ઊંચો કરી મોંઘવારીનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી સહિત વડાલી નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ કાર્યકરો જોડાયા હતા. વડાલી નગરપાલિકામાં સમિતીઓની રચના બાબતે થયેલ અસંતોષ આ રેલીમાં જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ પાલિકા પ્રમુખ તેમજ ચાલુ કોર્પોરેટર અજીતસિંહ રાઠોડ સહિત તેમના ટેકેદારો આ રેલીમાં જોડાયા ન હોતા.

Banaskanthaના દિયોદરમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર માંસ-મટનની દુકાનો સામે ભારે વિરોધ









