હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણેક દિવસ અગાઉ એક યુવકને પોલીસ સ્ટેશનમાં લાવી ગમે તે કારણસર તેને ઢોર માર મારતાં તેનું મોત નિપજયું હતું તેવા આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો તથા અન્ય મહિલાઓ અને યુવાનોએ ગુરૂવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવી મૃતકના મોતની યોગ્ય કરવાની માંગ સાથે દેકારો મચાવી દીધો હતો.
જોકે આ મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ જાણકારી હાલના તબક્કે પ્રાપ્ત થઈ નથી છતાં એવું મનાઈ રહયું છે કે મૃતકના પીએમ રીપાર્ટ, એફએસએલનો રીપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ બહાર આવે તે પછી શું થાય છે તે જોવું રહયું.
