અરવલ્લીના ગડાદરથી જીવણપુર માર્ગ ઉપર પડેલું ગાબડું ના પુરાવાને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હોઈ ગાબડું પુરવા વાહનચાલકોની માગણી જોવા મળી રહી હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના મોડાસા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકનો ગડાદરથી જીવણપુર જતા માર્ગ ઉપર છેલ્લા પંદરેક દિવસથી બામણવાડથી

મણિપુરાકંપા વચ્ચે મણિપુરાકંપા પાસે ગરનાળા ઉપર ગાબડું પડી જતાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તેમાંય ખાસ કરીને રાત્રીના સમયે ગાબડું ના દેખાતાં અકસ્માતનો ભય વાહનચાલકો વ્યક્ત કરી રહ્યા છે. વળી આ ગાબડા ઉપર સામાન્ય વૃક્ષની ડાળીઓ

ગાબડા ઉપર નાખેલ છે તો કોઈ મોટો અકસ્માત સાથે જાનહાની થાય તે પહેલાં મોડાસા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સત્વરે ગરનાળા ઉપર પડેલું ગાબડું પુરવા વાહનચાલકો માગણી કરી રહ્યાનું જાણવા મળેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો