હિંમતનગર : હિંમતનગરના પાણપુર પાટિયા નજીક આવેલા એક કોમ્પ્લેક્ષમાં શનિવારે સવારના સુમારે અચાનક બટાકા- ડુંગરીનું વેચાણ કરતી બે દુકાનોમાં આગ લાગી હતી. ત્યારબાદ આગને બુઝાવવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આકસ્મિક રીતે લાગેલી આ આગમાં કોઇ જાનહાની થવા પામી નથી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પાણપુર પાટીયા વિસ્તારમાં આવેલ ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સની બે દુકાનોમાં શનિવારે સવારના સુમારે અચાનક આગ લાગી હતી. જેથી એ.એસ. વેજીટેબલમાં લાગેલી આગ બાજુની સાહિલ એન્ટરપ્રાઇઝ સુધી ફેલાઈ હતી. આગ લાગ્યા બાદ વેપારીઓ અને આસપાસના લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા. આગની જાણ થતાં ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટીમ સમયસર પહોંચતા આગ અન્ય દુકાનો સુધી ફેલાઈ ન હોતી. પ્રાથમિક અનુમાન મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો