દેશની સૌપ્રથમ એવી એનિમલ હોસ્ટેલમાં કાળી ચૌદસની રાત્રે સુકા ઘાસના જથ્થામાં આગ લાગવાને કારણે થોડોક સમય અફડાતફડી મચી જવા પામી હતી. જોકે સ્થાનિકોએ અને હિંમતનગર ફાયર બ્રિગેડે સ્થળ પર તુરત જ દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે તહેવારો દરમિયાન કોઇ જાનહાનિ થવા પામી ન હતી. આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓને ઉકરડા મુકત તથા ગામને સ્વચ્છ રાખવાના આશયથી દેશમાં સૌ પ્રથમ હિંમતનષર તાલુકાના આકોદરાની સીમમાં પશુઓ માટે એનિમલ હોસ્ટેલ બનાવડાવી તેનું ઉદ્દઘાટન કર્યુ હતુ. જયાં સમગ્ર આકોદરા ગામના પશુપાલકો પોતાના પશુઓને એનિમલ હોસ્ટેલમાં રાખે છે, પશુઓ માટે ઘાસચારો પણ અહીં રાખે છે ત્યારે કાળી ચૌદશની રાતે લાષેલી અચાનક ઘાસચારામાં લાષેલી આગને કારણે ગોટેગોટા નિકળવાનું શરૂ થયું હતુ. ત્યારબાદ સ્થાનિકોને ખબર પડતા તરત જ આવીને હિંમતનષર ફાયર બ્રિષેડને જાણ કરી બોલાવી હતી. જયાં બન્નેના સહયોષથી પાણીનો મારો ચલાવી આષ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.
