હિંમતનગરમાં શુક્રવારે બે સ્થળે આગ લાગવાની ઘટનાઓ બનવા પામી હતી. ત્યારબાદ બંને બનાવોમાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે સવારે હિંમતનગર બસ સ્ટેશન નજીક આવેલા ટેક્સી સ્ટેન્ડના લાકડાના કેબિનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અંદાજે 1,000 લીટર પાણીનો મારો ચલાવી આગબુઝાવી હતી. જ્યારે આગનો બીજો બનાવ હિંમતનગર-બેરણા રોડ પર આવેલા મોદી ગ્રાઉન્ડ નજીક બન્યો હતો, જ્યાં એક ઝૂંપડામાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી અંદાજે 400 લીટર પાણીનો મારો ચલાવી અગ પર કાબૂ મેળવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો