હિંમતનગરના ઇન્દ્રનગરથી મહાવીરનગર ચાર રસ્તાને જોડતા રેલવે અંડરપાસ નજીક શુક્રવારે સવારે અચાનક કચરાના ઢગમાં આગ લાગતાની સાથે જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા, જેના લીધે આસપાસના લોકોનું ધ્યાન તરત જ ખેંચાયું હતું. આગની ઘટના અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ રેલવે પાટા નજીક આસપાસના વિસ્તારમાં રહેતા અનેક લોકો રોજબરોજ ઘરનો કચરો અહીં નાખીને જતા રહે છે જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.
