ખેડબ્રહ્મા હરણાવ નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે હરણાવ નદી પર આવેલ પાણીનો પ્રવાહ સાથે ધસી આવેલ હજારો માછલીઓને પોતાનો શિકાર બનાવવા ખેડબ્રહ્માની પવિત્ર હરણાવ નદીમાં શિકાર બનાવવા ખેડબ્રહ્માની પવિત્ર હરણાવ નદીમાં માછીમારો જાલ બિછાવતા ખેડબ્રહ્માના જીવદયાના પ્રેમીઓ રોષે ભરાયા હતા. આ વર્ષે ચોમાસુ બેસતા ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતા ખેડબહ્માની પવિત્ર હરણાવમાં નવા નીર આવતાની સાથે નદીમાં પાણીનો પ્રવાહ સાથે ઘસી આવેલી હજારો માછલીઓ હરણાવ નદીમાં ભગુરુશી આશ્રામથી લઈને ઝુલતા પુલ સુધી માછીમારીનો ઘસારો જોવા મળતો હતો. માછીમારીના પ્રતિબંધ હોવા છતાં માછીમારોના ટોળેટોળા ઊમટયા છે. આ માછીમારી રોકવા માટે જીવદયાપ્રેમી મનીષભાઈ કોઠારીએ પાલિકામાં માછી મારી પ્રતિબંધના સુચન બોર્ડ લગાવવા માટે અરજી આપેલી છે તથા ડીવાયએસપીને આ નદીના પટમાં માછીમારી ના થાય તે માટે બંદોબસ્ત મુકવા માટે અરજી આપેલ હોવાનુ જાણવા મળે છે.
