હિંમતનગર । એક વર્ષ અગાઉ સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં પશુ ચોરીના ગુનામાં ઝીંઝણાટ ગામના એક રહીશની સંડોવણી હોવાની ફરિયાદ નોંધાયા બાદ તાજેતરમાં એક વર્ષ બાદ સાબરકાંઠા જિલ્લા LCB એ તેની બાતમીને આધારે પોશીનાના ગોયાનાકા નજીકથી ઝડપી લીધો હતો. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ, તેમને તાજેતરમાં એવી બાતમી મળી હતી કે, એક વર્ષ અગાઉ પોશીના પોલીસ સ્ટેશનમાં ઝીંઝણાટ ગામના હીરા ગુજરાભાઈ બુંબડીયા વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ બાદ એક વર્ષથી પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ન હતો જેથી એલસીબીએ બાતમીને આધારે તેને પોશીના બજારમાં આવેલ ગોયાનાકા નજીકથી પકડી લઈ વધુ તપાસ માટે પોશીના પોલીસને હવાલે કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો