સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર તાલુકા પંચાયતની મંગળવારે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી સમિતી અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ નરેશ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી ખાસ સામાન્ય સભામાં ઉપપ્રમુખ ઉષાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં કારોબારી સમિતીની રચના કરવામાં આવી હતી. જેમાં ભારતસિંહ ઝાલાને ચેરમેન તરીકે નિયુક્ત કરાયા હતા તથા સમિતિમાં નવ સભ્યોની વરણી કરાઈ હતી. ઉપરાંત સામાજિક ન્યાય સમિતિની પણ રચના કરવામાં આવી હતી. કોકિલાબેન વણકરને આ સમિતિના ચેરમેન જાહેર કરાયા હતા, જેમાં પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. કારોબારી સમિતિના સભ્યોમાં ચેરમેન ભારતસિંહ રતનસિંહ ઝાલા, જગતસિંહ ધીરસિંહ મકવાણા, અર્જુનસિંહ શિવસિંહ રાઠોડ, જતીનકુમાર સોમાભાઈ પટેલ, કિરીટકુમાર ઈશ્વરભાઈ પટેલ, દેવુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા, મમતાબેન ઉત્તમસિંહ પરમાર, સરોજબેન જયેશસિંહ ચૌહાણ અને સંદિપકુમાર પરષોત્તમભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે સામાજિક ન્યાય સમિતિમાં ચેરમેન કોકીલાબેન પ્રેમાભાઈ વણકર, સભ્યમાં મિત્તલબેન કલ્પેશકુમાર ભુનાતર, લક્ષ્મણભાઈ સુરમાજી ખરાડી, હસમુખભાઈ મોહનભાઈ તિરગર (કોપ્ટ સભ્ય) અને પ્રવિણભાઈ હેમજીભાઈ વાલ્મિકી (કોપ્ટ સભ્ય)નો સમાવેશ કરાયો છે.

Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ









