પોશીનાઃપોશીના પંથકમાં ગતરોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડીબાંગ વાદળો અને કડાકાભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. પોશીના મુખ્ય મથક ઉપરાંત લાંબડીયા, કોટડા અને દેલવાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. ખાસ કરીને પોશીના શહેરી વિસ્તારમાં વરસાદની સાથે બરફ્ના કરા પણ પડયા હતા. વરસાદનું જોર એટલું વધારે હતું કે પોશીનાના મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી જવા પામી છે.

Lunawada: બાલાસિનોર પાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ









