સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામા તસ્કરોએ જાણે મંદિરોને નિશાન બનાવ્યા હોય તેમ એક પછી એક મંદિરોના તાળા તોડી તસ્કરો દાન પેટી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થાય છે અને પ્રાંતિજ પોલીસને જાણે ચેલેન્જ આપતા હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે. ત્યારે પ્રાંતિજના દલાની મુવાડી ગામે ગોગા મહારાજના મંદિરનુ તાળુ તોડી કુલ-6,40,500ની મત્તાની ચોરી કરી નાસી છુટયા હતા. પ્રાંતિજના પોગલુ ખાતે આવેલ ત્રણ મંદિરોના તાળા તુટયાને હજુ ચાર દિવસ પણ નથી થયા ત્યારે પ્રાંતિજના દલાની મુવાડી ખાતે બે દિવસ અગાઉ ગોગા મહારાજના મંદિરના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મંદિરમા પ્રવેશ કર્યો હતો અને મંદિરમા રહેલ દાન ભેટમા આવેલ એક મોટી અડધા તોલા સોના તથા દોઢ કિલો એક ચાંદીની દીવડા આરતી મળી કુલ સવા બે કિલો ચાંદી મળી કુલ સોનુ આશરે અડધો તોલો જેની કિંમત રૂપિયા 50,000 તથા રોકડ રૂપિયા 21,000 તથા મંદિરમા લાગેલ સીસીટીવી કેમેરાનુ રિસીવર જેની અંદાજિત કિંમત રૂ. 7,000 મળી કુલ કિંમત રૂ. 6,40,500ની મત્તાની ચોરી કરી અજાવ્યા તસ્કરો પલાયન થતા આનંદભાઇ વશરામભાઇ દેસાઇ રહે. દલાનીમુવાડી તા. પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ મથકમા અજાવ્યા તસ્કરો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એન. આર. ઉમટ દ્રારા હાથ ધરાઈ હતી. ત્યારે પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રિના સુમારે પેટ્રોલિંગ સઘન કરવામા આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠવા પામી છે

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









