હિંમતનગર : સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વાઘપુરમાં ગુરૂવારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ નર્મદા વોટર સપ્લાય એન્ડ કલ્પસર વિભાગના વડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ નિમિત્તે આવેલા પ્રિન્સિપાલ સેક્રેટરી શાહમીના હુસૈને શાળાના આંગણે પગ મૂકનારા નૂતન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો. ત્યારબાદ તેણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી વિકાસનો પાયો છે. ગ્રામીણ વિસ્તારના અંતરિયાળ ભાગો સુધી શિક્ષણનો ઉજાસ પહોંચે અને ખાસ કરીને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે મહોત્સવનો હેતુ છે. વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને બાળકોના ઘડતરમાં સક્રિય યોગદાન આપવું જોઈએ. સાથો સાથ પ્રિન્સિપાલ સેક્રેટરીએ વાઘપુરની વિનય ઉત્તર બુનિયાદી શાળા તેમજ પોગલુંની એસ. જી પટેલ હાઈસ્કૂલમાં ઉપસ્થિતિ રહી ભૂલકાંઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

Gujarat Police Bharti Update: PSI ભરતીને લઈ મોટા સમાચાર, 28 જૂને બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા









