વિજયનગર તાલુકાના આમોદરા ગામનું તળાવ ઘણા વર્ષો પહેલાં તંત્રની બેદરકારીના કારણે લીકેજ થઈ મધ રાત્રે તૂટી જતાં નીચલા પટ્ટામાં વિનાશ વેર્યો હતો. જે ધટનાને તંત્ર ભૂલી ગયું હોય તે રીતે પાણીના નિકાલ માટે નાખવામાં આવી રહેલી ડ્રેનેજ લાઈન સાંકડી હોવાના વિવાદને લઈને પાલ પટ્ટા વિસ્તારના આગેવાનોએ વિજયનગર તાલુકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી કામ બંધ કરી દેવાનો વિરોધ કર્યો હતો. જેને લઈને તાલુકા પ્રમુખ શૈલેષ બારા અને સિંચાઈખાતાના અધિકારીઓ સાથે આમોદરા તળાવની સ્થળ તપાસ કરવામાં આવી હતી. આ અંગે આમોદરા ગામ આગેવાનોએ જણાવ્યું હતું. તળાવના પાણીના નિકાલ માટે જે હાલ ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે. તે એકદમ સાંકડી છે. જ્યારે ચોમાસા દરમિયાન તળાવ ઓવરફ્લો થાય અને વરસાદનું પાણી ડુંગરોમાંથી વધુ આવે તે સમયે આ લાઈનમાં પાણીના નિકાલ માટે સમસ્યા ઊભી થઈ શકે તેમ છે. જેથી આ ડ્રેનેજ લાઈન નાખવાના બદલે ખુલ્લી કેનાલ રાખવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે. સ્થળની મુલાકાતે આવેલા સિંચાઈ વિભાગના અધિકારી ચિંતન સુથારે જણાવ્યું હતું કે, આ અંગે ઉંચકક્ષાએ રજૂઆત કરી નિર્ણય હલ કરાશે.

Surat: 10 હજારની લાંચ માંગનાર હોમગાર્ડ જવાન શિવાજી ઉગલેની ACB દ્વારા ધરપકડ









