ખેડબ્રહ્મા : જગન્નાથજીની રથયાત્રા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા ગામમાં આવેલ રાધા કૃષ્ણ મંદિરેથી સવારે 9 કલાકે પરંપરાગત રીતે નીકળી હતી. શાંતિપૂર્ણ માહોલમાં યાત્રા સંપન્ન થઈ હતી. ખેડબ્રહ્મા શહેરમાં રાધા કૃષ્ણ મંદિર ગામમાંથી નીકળી શહેર વિસ્તારમાં રથયાત્રા ફેરવવામાં આવી હતી. શહેરમાં સ્વાગત કરવામા આવ્યુ અને રથયાત્રામાં શણગારેલા ટ્રેક્ટરો, ડી.જે.ના તાલે ધામધૂમથી ફેરવવામાં આવી હતી.
