વડાલી નગરના ધરોઈ રોડ પર આવેલા અંતિમધામમાં કાળી ચૌદશની રાત્રે વર્ષો જૂની ધાર્મિક પરંપરા મુજબ ભક્તિભાવપૂર્વક કાળી ચૌદસના પર્વની ઉજવણી કાર્યક્રમ યોજાયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર અવસરે અંતિમધામ ખાતે બિરાજમાન ભગવાન મહાદેવની ભક્તો દ્વારા ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વડાલી નગરના ભક્તો ઉપસ્થિત રહી શ્રદ્ધાપૂર્વક રાત્રીએ ભગવાન મહાદેવની આરાધના કરી મહાઆરતીનો લાભ લીધો હતો. સમગ્ર અંતિમધામ પરિસરને દીવડાઓ દ્વારા શણગારવામાં આવ્યું હતું. વડાલીના અંતિમધામમાં કાળી ચૌદશની રાત્રે મહાદેવની આરતી કરી દીવડાઓ પ્રગટાવવાની પરંપરા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી આવે છે. જે આજે પણ અવિરત જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ ભક્તોએ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે આ પરંપરાને આગળ ધપાવી હતી.
