ખેડબ્રહ્મા: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા શહેરમા ન.પાલિકાએ બજારોમા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા કડક વલણ અપનાવ્યું હતુ. ખેડબ્રહ્મા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ન.પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે શહેરમાં બસ સ્ટેશન, સરદાર ચોકમાં નાના- મોટા વેપારીઓને તેમજ શાકભાજી વેચનારોને સૂચનાઓ આપી હતી કે, પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ બંધ કરવા વેપારીઓને સૂચનાઓ આપી હતી. જો વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહી કરે અને સૂચનાઓને ધોઈ પી જશે તો આગામી દિવસોમાં વેપારીઓ પાસે દંડની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: