સાબરકાંઠા જિલ્લામાં આગામી તા.11મી જુલાઇના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા હિંમતનગરના ઇન્ચાર્જ અધ્યક્ષના નેતૃત્વ અને માર્ર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લાની અદાલતોમાં વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

આ લોક અદાલતમાં ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક, મજૂર કાયદાના કેસો, જમીન સંપાદનના કેસો, વીજ બિલ, પાણી બિલ, રેવન્યુ, દિવાની કેસો, તેમજ સાબરકાંઠા જીલ્લામાં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી, ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે. લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે.

બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે. લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો વિજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે જેથી વધુ પક્ષકારોને પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા દ્વારા અનુરોધ કરાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો