સાબરકાંઠા સહિત સમગ્ર્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ન થવાને લીધે આમ પ્રજા અને પશુ-પંખીઓ ગરમીના લીધે ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. ત્યારે આગામી તા.4 જુલાઇને શુક્રવારથી મઘા નક્ષત્ર બેસે છે. જેથી સંયોગી યોગને કારણે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થવાની શકયતા છે.
આ અંગે વિજયનગરના જયોતિષ દેવશંકર ભટ્ટના દાવા મુજબ, તા.4મી જુલાઇથી તા.20મી જુલાઇ સુધી અશ્વના વાહનનો યોગ સર્જાવાનો છે. જે બળવાન બની વરસાદ થવા માટેનું વાતાવરણ ઉભુ કરી શકે છે. જ્યોતિષની દ્રષ્ટીએ એક પખવાડીયા દરમિયાન ગ્રહ યોગ જોતાં અતિભારે વરસાદ થવાની શકયતા નકરી શકાતી નથી. દરમિયાન તા.6 જુલાઇના રોજ બપોરે 12.4 મીનીટે સૂર્યનો પુર્નવસુ નક્ષત્રમાં પ્રવેશ થતાંની સાથે જ અશ્વનું વાહન આવે છે, સ્ત્રી-પુરૂષ માટે અશ્વનો સંયોગીયું યોગ છે. ગુરૂ અસ્ત પશ્ચિમમાં છે, સુર્ય નિર નાડીમાં બાફ સાથે ગરમીનું પ્રમાણ વધારી શકે છે. જેથી સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આ દિવસો દરમિયાન વાવણી લાયક તથા વાવાઝોડા સાથે વરસાદ થવાના યોગ છે એવું જયોતિષ શાસ્ત્રનું માનવું છે. ત્યારે હવે જિલ્લાવાસીઓ વરસાદની રાહ જોઈ બેઠા છે.
