હિંમતનગરના અમરાપુર ગામનો એક શખ્સે આવી મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહી લાફો મારી રૂ.5 હજારનો મોબાઈલ ઝુંટવીને ભાગી ગયો હતો. આ અંગે અમરાપુર ગામના મિનાક્ષીબેન પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.9મી જુલાઈના રોજ ઉમા પરિસર કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ પાર્કીંગમાં અમરાપુરના વિક્રમસિંહ પરમારે મિનાક્ષીબેનને કહ્યું હતું કે, તુ મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહી અપશબ્દો બોલી બે લાફા મારી મિનાક્ષીબેનના હાથમાંથી મોબાઈલ ઝુંટવીને લઈ ગયો હતો, અને ઘરે જઈ કોઈને કહીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપતાં મિનાક્ષીબેને વિક્રમસિંહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
