સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં 8 વર્ષ અગાઉ દારૂના બે ગુનામાં નોંધાયેલી ફરિયાદ બાદ તે નાસતો ફરતો હતો જેથી સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે તેને 2 દિવસ અગાઉ રાજસ્થાનના ઉદેપુરમાં આવેલ એક ચૌરાહા પાસેથી ઝડપી લઈ પુછપરછ કર્યા બાદ તેને હિંમતનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ એસ.જે.ચાવડા તથા સ્ટાફના જણાવાયા મુજબ, ચિઠોડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષ અગાઉ રાજસ્થાનના કમલેશ ગણેશલાલ લુહાર વિરૂધ્ધ ગેરકાયદે દારૂની હેરાફેરી કરવા બદલ બે ગુના નોંધાયા હતા તેમ છતાં તે પોલીસને થાપ આપીને નાસતો ફરતો હતો. જેથી સાબરકાંઠા એલસીબીએ ચોક્કસ મળેલી બાતમીને આધારે, ગત તા.14મી જુલાઈના રોજ એલસીબીની ટીમ સાથે રાજસ્થાનના ઉદેપુરમાં આવેલ દેબારી ચૌરાહા પાસેથી ઝડપી લઈ પુછપરછ કર્યા બાદ હિંમતનગર લાવી વધુ કાર્યવાહી કરવા તેને બી-ડીવીઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો