ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ફરજ પરના મેડિકલ ઓફ્સિર ગતરોજ સવારે તેમની ખુરશીમાં ઊંઘતા ઝડપાયા હતા. એક જાગૃત્ત નાગરિકે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના ગુરુવારે સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ બની હતી. ડોક્ટર ફરજ પર આવ્યા બાદ તેમની ખુરશીમાં સૂઈ ગયા હતા, જ્યારે હોસ્પિટલની બહાર અંદાજે 20 થી 25 દર્દીઓ દવા લેવા માટે રાહ જોઈ રહ્યા હતા.જાગૃત્ત નાગરિક ઊંઘતા ડોક્ટરનો વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતી વખતે ડોક્ટર અચાનક જાગી ગયા હતા. આ અંગે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના અધિક્ષક અશ્વિનભાઈ ગઢવીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે., સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે ડોક્ટરને કારણ દર્શાવતી નોટિસ આપી ખુલાસો માગવામા આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો