સુનોખ : સુનોખ પંથકના વાંસેરાકંપા- નવાવક્તાપુર, શોભાયડા, અડધા ખીલોડાના ભાગમાં, ગડાદર સહિતના માત્ર સીમિત વિસ્તારમાં ગુરૂવારના રોજ વહેલી સવારે 6 વાગ્યાના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવી જતા અચાનક વરસાદ વરસી પડતાં ઉગતા પાકને જરૂરિયાત મુજબનો વરસાદ વરસતાં પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં હાશકારો સાથે પિયત આપવાનું હાલમાં બંધ થઈ ગયાનું જાણવા મળેલ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેટલોક પાક ઊગી ગયો છે પરંતુ હજુ કેટલોક પાક જમીનની અંદર ફૂટી ગયેલ છે ત્યારે આગામી ત્રણ, ચાર દિવસ બાદ ખબર પડશે કે પાક યોગ્ય રીતે ઉગ્યો છે કે નહીં અન્યથા ફ્રીથી મગફ્ળીના પાકની વાવણી કરવાની નોબત આવી શકે તેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો